એ નક્કામા તૂટેલા ઘર પર જ “મારું ઘર” નો નિબંધ લખ્યો હતો જેની તરફ અત્યારે નજર પણ નથી જતી.
એ તૂટેલી પેન્સિલને જ “મારી પ્રિય છે ” એવું કહ્યું હતું જે આજે ટેબલના કોઈ ખાના માં પડી છે .
એ જ કપડાંને લીધા પછી કાઢવાનું મન નહોતું થતું જેને આજે કબાટમાં જગ્યા નથી એટલે આપી દેવાયા .
એ જ સાયકલને કોઈ અડે તો પણ ગુસ્સો આવતો જેના પરથી અત્યારે ધુળ હટાવવાનો પણ સમય નથી .
એ જ પેહલું રમકડું “જિંદગી ભર સાચવીશ” એવું કહ્યું હતું જે આજે ક્યાં છે એ પણ ખબર નથી કદાચ .
અને એ માણસને જ છેલ્લે સુધી સાથ આપવાની વાતો હતી જે અત્યારે માત્ર વાતો માટે પણ સાથે નથી.
એ માણસો તો આજે પણ “એ” જ છે જે કાલે હતા.
કારણકે માણસો નથી બદલતાં , માણસોની પસંદ બદલાય છે, ખબર નહિ આજે શું હોય અને કલાક પછી શું ?
– ફોરમ જોશી