માતૃભાષા માટે લાગણી કાંઈક જુદી જ હોય છે,
એના પર અભિમાન, બીજા કરતા વધુ હોય છે.
જ્ન્મથી સાંભળતા આવ્યે, પછી બોલતા થઈએ,
આપોઆપ જીભે ચડી જાય, કોઈએ શિખવી ના પડે.
પછી ન ફક્ત લખતા અને વાંચતા શીખીએ,
વિચારો પણ માતૃભાષામાં ફરતા મળે.
માતૃભાષામાં આપણી રેણીકેણીની ઝલક દેખાય,
અને આપણી સંસ્કૃતિનું ગૌરવ વધારતું જાય.
એક કડીનું કામ કરે આપણી માતૃભાષા,
અને બાંધી રાખે પરિવાર સાથેની આશા.
દુનિયાભરની બીજી ભાષાઓ શીખી લો,
પણ માતૃભાષા જેવું સુખ આપશે? એ ના હોં!!
શમીમ મર્ચન્ટ