તે અમને આપ્યું ચંદન
તે જ આપ્યું આ વન
કેટલું નિરાળું આપ્યું આ ઉપવન
હે માતૃભૂમિ તને વંદન
થઈ જાય જોતા પ્રફુલ્લિત મન
એવી ભુમી નું છે સર્જન
કોઈ ન કરી શકે જેનું ખંડન
હે માતૃભૂમિ તને વંદન
તેને મળવા આતુર છે ગગન
લાગે તમામ તારી સામે વામન
એટલી તું છો સુંદર અને પાવન
હે માતૃભૂમિ તને વંદન
કરીને તારા જ દર્શન
કવિ કરે છે કલ્પન
તેથી જ થાય છે આવું લેખન
હે માતૃભૂમિ તને વંદન
જો થાય ઈશ્વર પ્રસન્ન
તો માંગુ એક જ વચન
જન્મો જન્મ મળે આજ શરણ
હે માતૃભૂમિ તને વંદન
– હિરલ જગડ ‘હીર’