માનવીમાં થી દયા- ભાવના તો જતી જ રહી
સગાભાઇને મદદ કરતાં વિચાર કરતો થઈ ગયો
આ માનવી શું માંથી શું થઈ ગયો..?
નિયમો અને કાયદાનું પાલન કરતો શિષ્ટાચારી
આજે તે જ બની ગયો ભ્રષ્ટાચારી
આ માનવી શું માંથી શું થઈ ગયો..?
લોહીના સંબંધ મૂકી દીધા એણે તડકે
પૈસા અને સ્વાર્થના સંબંધ બાંધતો થઈ ગયો
આ માનવી શું માંથી શું થઈ ગયો..?
શિક્ષણ સંસ્થામાં ભણતરની જગ્યાએ
ગેર માર્ગોનું ચણતર કરતો થઈ ગયો
આ માનવી શું માંથી શું થઈ ગયો..?
સમુદ્ધ બનવાની લાયમાં આજે તે
માનસિક દબાણનો ભોગ બનતો થઈ ગયો
આ માનવી શું માંથી શું થઈ ગયો..?
ચંદ્ર મંગળ જેવાં ગ્રહો પર જઈ ચડ્યો
અને પૂર્વગ્રહ થકી પોતાનાથી અળગો થઈ ગયો
આ માનવી શું માંથી શું થઈ ગયો..?
કળયુગના તણાતા આ ઘોડાપૂર માં
પોતાની જાતને વેચવા મજબૂર થઈ ગયો
આ માનવી શું માંથી શું થઈ ગયો..?
– હિરલ જગડ “હીર”