માનું છું,સામાન્ય વર્ગ માંથી આવું છું.
ન ભણતર ન ગણતર નો વારસો સાથે લાવું છું.
જે રસ્તામાં મળ્યું એ શીખતો આવ્યો છું.
છતાં મુકામે પહોંચતા નઠારો અને નકામો ગણાવું છું.
હું નથી કહેતો કે હું સાચો કે ગુણવાન છું
હા, એ પણ સત્ય છે કે હું મારી પરિસ્થિતિનો નો ગુલામ છું.
માનું છું નથી હક મને સપના જોવાનો.
ન જર,જમીન કે જાગીર સંપત્તિનો વારસો સાથે લાવ્યો છું.
જે કંઈ કામ મળ્યું તે કર્યું,
છતાં રોજ રાતે ભવિષ્યની બેકારીના ડર સાથે જાગું છું.
હું નથી કહેતો કે હું નિર્દોષ કે નિરાધાર છું.
હા, એ પણ સત્ય છે કે હું મારાં માતાપિતાની પરિસ્થિતિ સુધારવાનું સાધન છું.
માનું છું, નથી પ્રેમ મળવાનો કે ન જિંદગીભર નો સાથ.
ભૂત, ભવિષ્ય કે વર્તમાનનો ન તોવારસો લાવ્યો છું
જે કંઈ અર્ચિતકર્યું એ સમયની નદીમાં અર્પિત કર્યું.
છતાં રોજ મોઢું કેમ છુપાવું એની યુક્તિ ઘડુ છું.
હું નથી ક્હેતો કે હું લાયક કે હકદાર છું
હા, એ પણ સત્ય છે કે હું પણ આત્મસન્માનની ભેટનો હકદાર છું.
બુરહાન કાદિયાણી