મામાની ઢીંગલી આજેય અકબંધ છે,
બીજા બધાની ભેટો ઘરમાંથી ગુમ છે.
મામાની ઢીંગલી આજેય અકબંધ છે,
કોઈ નાની-મોટી કીટલી પણ ગુમ છે.
એ વાસણ માટીના કોઈ કચરામાં સમાયા,
કોઈ પ્લાસ્ટીકના રમકડાં કોઈ ગામે વસાવ્યાં.
બસ એ ઢીંગલીના સ્મિતમાં જ લાગણીનો પ્રબંધ છે,
મામાએ આપેલી ઢીંગલી હજુય અકબંધ છે.
દર્શિની ઓઝા