કામણ છે કેટલું મારકણી આંખમાં.
સગપણ છે કેટલું મારકણી આંખમાં.
દુનિયા ભૂલાય છે ,મહેફિલ મંડાય છે,
અર્પણ છે કેટલું મારકણી આંખમાં.
પ્રેમી થઇ ડોલતાં હૈયેથી બોલતાં,
કારણ છે કેટલું મારકણી આંખમાં.
ઊના થઇ ઉચ્છવાસો નીકળતાં રહે,
કાંતણ છે કેટલું મારકણી આંખમાં.
કરતી એ દૂરથી ઘાયલ હૈયું હવે,
અવ્રણ છે કેટલું મારકણી આંખમાં.
શિકારી બાણ સાથે થઇને સજ્જ એ,
ઘર્ષણ છે કેટલું મારકણી આંખમાં.
વાચા તો મૌન થઇ એકીટસ તાકતી,
ભારણ છે કેટલું મારકણી આંખમાં.
દેવીબેન વ્યાસ-વસુધા