મારા ડૂસકાને આંખ આવી છે
બોલ તું આઇ ડ્રોપ લાવી છે
તારી ઝૂલ્ફોમાં એક દરિયો છે
એમાં મેં માછલી છૂપાવી છે
અંધ છે તોય સ્પર્શ વાંચે છે
માંએ આંખોને ક્યાં ભણાવી છે ?
જો પેલી અંધ રૂઢીઓ છે ને !
થોડી સમજણ મેં ત્યા જ વાવી છે
કોક થોડી ઘણી જગા આપો
છીંક તાજી હવાએ ખાવી છે
~ ચંદ્રેશ મકવાણા “નારાજ”