મારા તો પહેલા પ્રેમ ની શરૂઆત થઇ ગઈ…
આ કેવા તે પ્રેમ ની શરૂઆત થઇ ગઈ…
આંખોથી આંખો ની મુલાકાત થઈ ગઈ…
એની સાથે મારે પણ ઓળખાણ થઈ ગઈ…
મળી ગયા છે જ્યારે આ બે નયનો હવે…
દિલ એ દિલ નું સરનામું લઈ લીધું હવે…
રંગીન સપનાઓ ની શરૂઆત થઈ ગઈ….
ઓળખાણ ન હતી છતાં ઓળખાણ થઈ ગઈ…
મારા તો પહેલા પ્રેમની શરૂઆત થઈ ગઈ…
રંગીન સપનાઓ માં મન રા ચવા લાગ્યું છે મારુ…
આ કેવા તે પ્રેમની શરૂઆત થઈ ગઈ…
રાતની ઊંઘ પણ મારી હરામ થઈ ગઈ…
મળ્યા એ જ્યારથી મને ત્યારથી જ બસ આ…
દુનિયા પણ પરાઈ થઈ ગઈ…
લાગતું નથી મન મારું હવે કોઈ કામમાં….
મારી તો જિંદગી લાગે છે હવે બરબાદ થઈ ગઈ…
મારા તો પહેલા પ્રેમ ની શરૂઆત થઈ ગઈ….
આ કેવા તે પ્રેમની શરૂઆત થઈ ગઈ….
મારા પહેલા તે પ્રેમની શરૂઆત થઈ ગઈ…
– હેતલ જોષી