મારી ઉદાસી શું જાણે કોઈ અહીં,
ઘણી વાતો મેં દિલમાં છુપાવી છે…
રહું છું મૌન છતાં શબ્દો બોલે છે,
લઈ કલમ મેં પંક્તિઓ સજાવી છે..
કરી છે વ્યક્ત વેદના મારી શબ્દોમાં,
પણ ક્યાં કોઈને સમજમાં આવી છે..
યાદી સાચવી છે મુસાફરી ની મારી ને,
કોરા કાગળ પર જીંદગી ઉતારી છે..
✍️ કાનજી ગઢવી