મારી હયાતીથી તું હવે રાજી નથી,
તેની ક્યાં મને ખબર હતી.
દિલ ને બદલે પથ્થર હતો તું
તેની ક્યાં મને ખબર હતી.
તારી આંખમાં ઊભરાતા પ્રેમના દરિયા,
પણ એ ઝાંઝવાના નીર હતા,
તેની ક્યાં મને ખબર હતી.
પ્રેમની સંતાકૂકડીમાં દાવ મારો જ પહેલો હતો,
પણ શમણાંના કમાડમાં તડ હતી,
તેની ક્યાં મને ખબર હતી.
તારા પ્રેમના ઘૂઘવાટમાં મદહોશ હું,
પણ આ ઘૂઘવાટ જ બનાવટી હતો,
તેની ક્યાં મને ખબર હતી.
તારી આંખોથી ઝરતાં મેઘધનુષના રંગોને ઝીલવાના ઓરતાં મારા,
પણ આ રંગો ક્રોકિટના હતા,
તેની ક્યાં મને ખબર હતી.
પથ્થરના હ્રદયમાં છુપાઈ હતી એક ભીની કૂંપળ,
પણ તેને કચડી નાખવાની વેદનાની,
તને ક્યાં ખબર છે???
જયશ્રી શિયાલવાલા