આવતાં જતા લોકોનાં મનના ઘર તરફ લઇ જાય તેવું GPS on કરવું છે
દરેક સાથે યારી-દોસ્તીનું જ જોડાણ કરે તેવી Social Applicationમાં Log in કરવું છે..
મારે થોડું વધુ ડિજીટલ બનવું છે.
આંખોની અંદર રહેલ દર્દનું Screenshot લેવું છે…
B612ની મદદથી તેમાં હાસ્યની Effect આપવી છે…
Sweet Selfie થી તેને Filter કરી..કાયમ માટે ખડખડાટ હાસ્યને Save કરવું છે…
મારે થોડુ વધુ ડિજીટલ બનવું છે.
રસ્તા પરનાં કચરા સાથે મનનાં કચરાને Delete કરવા છે..
પ્રેમ-હૂંફ-લાગણી અને માણસાઈને Update કરવા છે…
ઈર્ષા-ક્રોધને ભાઈચારાથી Replace કરવા છે..
મારે થોડુ વધુ ડીજીટલ બનવું છે…
કોઇ સ્વજનના સ્નેહીના મૃત્યુ બાદ “ૐ શાંતિ” લખેલી નિર્જીવ Wallમાંથી
બહાર નીકળીને વ્યક્તિનાં દુઃખને Live જોવું છે..
તેની પીડામાં મારા ખભાનો એક સહારો Upload કરવો છે…
તેની કપરી સ્થિતીમાં સતત તેની સાથે Online રેહવું છે…
થોડી હળવાશને તેં વ્યક્તિ સાથે Share કરવી છે…
મારે થોડું વધુ ડિજીટલ બનવું છે…
આત્મીયતાને નો ફોટો લઇને Amezone પર વહેતો કરવો છે…
દરેક જીવમાં ઘણુ બધુ જીવે છે.. તેં Tweet કરવું છે
પછી સંબંધોની ભીનાશને Filpcart થી વેચીને વેંહચવી છે
મારે થોડું વધુ ડિજીટલ બનવું છે
દરેક પ્રિયજનને LED ને HD Screen થી જોવા છે
તેમના મનમાં ઉભરાતા સ્નેહને Clear જોવા છે
ખારાશને જરા Crop કરીને ફરી મળવું છે
મારે થોડુ વધુ ડિજીટલ બનવું છે
પેલા બાળકને Pokemon Go સાથે થોડુ બાળપણ પણ શોધાવું છે
આપણી સ્મરણની તાકાત થોડી Googleને પણ search કરાવી છે
યાદોનો એક અમસ્તો હસતો રમતો Email કરવો છે
મારે થોડુ વધુ ડિજીટલ બનવું છે
ઘરડાઘરનાં પગથિયાંથી મારે હતાશાને Log out કરવી છે
એકલા પડેલા સંતાનોને ટેકો Insert કરવો છે
ઘરમાં ખોવાયેલી સ્ત્રીને તેની જાત સાથે Relationshipમાં મુકવી છે
મારે થોડુ વધુ ડિજીટલ બનવું છે
17..37..57..ના Generation Gap ને Change કરવો છે
જ્ઞાતિ-ધર્મ-સમુદાયને Block કરવો છે
માણસને જરા માણસથી Connect કરવો છે
મારે થોડુ વધુ ડિજીટલ બનવું છે
જાણીતા સાથે અજાણ્યાનો વ્યવહાર Remove કરવો છે
મારે કોઇના હ્રદયનાં Location સુધીનો પ્રવાસ કરવો છે
દેખાદેખી બંધ કરી એકમેકની Story Highlight કરવી છે
મારે થોડુ વધુ ડિજીટલ બનવું છે.