સતત કોઈ સાથે રંજ કરવાવાળા આ સ્વભાવનું,
ઘણુ બધુ હોવાં છતાં કશુ નથી એવા અભાવનું,
શરીર અને મન પર લાગેલા હરેક ઘાવનું,
મારે વિસર્જન કરવું છે.
દેખતી છતાં આંધળી એવી આંખોનું,
ખોટી ખોટી વહેમની પાંખોનું,
દંભ અને ઈર્ષાથી તરબતર એ શાખોનું,
મારે વિસર્જન કરવું છે.
પૈસા–વ્યભિચાર–ભૌતિકતાની ગંધનું,
જાત સાથે છળ કરનાર પ્રબંધનું,
ગુંગળામળ ઊભી કરતી સુંગધનું,
મારે વિસર્જન કરવું છે.
મનમાં થર થયેલાં મેલનું,
ઉભા કરેલા કેટલાય ખેલનું,
છુપાયેલી છે ઓળખ જેમાં તેં જેલનું
મારે વિસર્જન કરવું છે.
હિરલ જગડ