સ્થિત હતી વસમી જયારે, હતું ન પાસે કંઇ ગુમાવવા,
તુ જ છે આજ પાસ મારા, ગુમાવવા થકી ડરૂ છું.
ઠોકર ખાતી દુનિયાની,વાગતુ ઘણું,
લાગણીઓ દુભાવી મારી, આવ્યા તમે સારુ થયુ ઘણું.
સમય હતો થોડો, ખરેખર લાગ્યો ઘણો…
હજી તો મળ્યા જ હતા,
ત્યાં તો મનમાં ઘર કરી ગઈ વાત એક.
છે તુ આજ પાસ મારી,
છીનવાઈ જઈશ એક દિન મુજથી…
ત્યારે મુજ મન શું કહેવું મારે ???
છે તુ જ આજ પાસે મારી,ગુમાવવા થકી ડરૂ છું.
નસીબના ખેલ જાણે એવા, ખુશી તો હાથતાળી દઈ નિકળી જાય છે.
જ્યાં મુશ્કેલીભર્યો સમય તો જાણે, હાથમાં હાથ દઈ રહી જાય છે.
બહું ઓછાને મળ્યા છે પોતાના
પરંતુ મુજથી તો બહુ સરળતાથી છીનવાઈ જાય છે.
કોને કહેવું મારે જયારે આવુ થાય છે.
કાગળ વાંક વગર ભીંજાઈ જાય છે,
પરંતુ કલમ શું કરે છે, જયારે શબ્દો ભીના નિકળી જાય છે.
આખરે કાગળ બોલ્યા વિના બધા શબ્દો પોતાનામાં સમાવી લે છે.
દિવ્યા પટેલ