જ્યારે દીકરા નાના હોય ત્યારે માં બાપને વ્હાલા
જ્યારે માં બાપ વૃદ્ધ થાય ત્યારે દીકરાને દવલા
દીકરાને મેવા ખવરાવવા ને માં બાપ ધરમ સમજે
માં બાપની સેવા કરવાને દીકરા શરમ સમજે
દીકરાની દરેક ઈચ્છા માં બાપ કબૂલ કરે
માં બાપની દરેક ઈચ્છા દીકરા ફિઝુલ કરે
દીકરાને સાચવવા માં બાપ ને મન મોજ
માં બાપને સાચવવા દીકરાને મન બોજ
માં બાપ દુઃખ વેઠી દીકરાને સુખ આપે
દીકરા માં બાપને દૂર કરી દુઃખ આપે
દીકરાની પ્રગતિ એટલે માં ને મન શાનવાલી
સમય જતાં દીકરાને મન માં તો જાણે કામવાળી
દીકરાનું પેટ ભરવા માં બાપ ઓટલો વેંચે
જતે દહાડે દીકરો માવતરનો બટકું રોટલો ખેંચે
જ્યારે માં બાપ દીકરાનું ગૃહસ્થાશ્રમ દોરે
ત્યારે દીકરા માં બાપને વૃદ્ધા આશ્રમ માં ઓરે
જીવતર વેંચી માવતર દીકરાનું સુખ નિહાળે
જીવતર જમાવી દીકરા માવતરનું મન બાળે
– હિરલ જગડ