મા જગદંબા, મા અંબા, મા દુર્ગા,
સર્વ દેવીઓના આશિર્વાદ ભાવ છે તારા નયનોમાં,
ગંગા, નર્મદા, સરસ્વતી, યમુના,
સર્વ નદીઓનો પ્રેમ સમાય છે તારા નયનોમાં,
બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, સૂર્ય,
સર્વ તત્વોની શક્તિ છે તારા નયનોમાં,
તારા નયનને નિહાળી જીવન બને છે સૂર્ય પ્રકાશિત,
તારા નયનો ના પ્રતાપે બને છે તેજસ્વી જીવન,
શબ્દો નથી મળતા મને તારી મહિમા વાગોળવા પણ,
તારા નયનને જોઈ આવે છે અમૃતમય ગ્રંથોનો વિચાર,
જોઈ નથી, નિહાળી નથી, પામ્યા નથી, મા તારા નયન ને,
અકલ્પનીય અને અસહનીય છે એ વ્યક્તિની વેદના,
શબ્દ નથી બનતા અક્ષર વગર તેમ,
સર્જન નથી થતું સૃષ્ટિનું મા તારા વિના….
ફૂલને ક્યાં કાયમ ભ્રમર સંગત હોય છે
ફૂલને ક્યાં કાયમ ભ્રમર સંગત હોય છે, ગૂંજન કરી એ ચૂમે એની રંગત હોય છે. વૃત્તિથી નાહક કેવો બદનામ થયો...