ચહેરા પર છો ને સદાય ઝલક રાખતી,
પણ ભીંતર મહીં અશ્રુનો છલક રાખતી.
ઊંઘમાં એ ફક્ત એક પલક રાખતી,
પણ ઊંઘાડવામાં એ બાલુડાંને સુરીલો હલક રાખતી.
વ્હાલનું એક વિશાળ પાલવમાં એના ફલક રાખતી,
ને સૌનું સુખ જ પોતાની લલક રાખતી.
હા, એ જ જે હૈયામાં ત્યાગનો ડલક રાખતી,
મારી “મા” મમતાનું આખેઆખું મલક રાખતી.
– દેવમ સંઘવી