ક્યારેક ફસાવે પણ ખરાં,
ક્યારેક બચાવે પણ ખરાં.
ક્યારેક રડાવે પણ ખરાં,
ક્યારેક હસાવે પણ ખરાં..
મિત્રો બસ હોય જ આવાં…
ક્યારેક સમજાવે પણ ખરાં,
ક્યારેક સતાવે પણ ખરાં.
ક્યારેક ના બોલાવે પણ ખરાં,
ક્યારેક મનાવે પણ ખરાં..
મિત્રો બસ હોય જ આવાં…
ક્યારેક ભુલાવે પણ ખરાં,
ક્યારેક યાદ અપાવે પણ ખરાં.
ક્યારેક દિલમાં વસાવે પણ ખરાં,
ક્યારેક જીવતા શીખવાડે પણ ખરાં..
મિત્રો બસ હોય જ આવાં…
ક્યારેક કામ બગાડે પણ ખરાં,
ક્યારેક કામ બનાવે પણ ખરાં.
ક્યારેક હ્દયથી લગાવે પણ ખરાં,
ક્યારેક દુઃખોને ભગાડે પણ ખરાં…
મિત્રો બસ હોય જ આવાં…
✍️ કાનજી ગઢવી