શ્વાસમાં પ્રસરી ગયેલો પ્યાર છે મિત્રો,
આખરે તો જિંદગીનો સાર છે મિત્રો.
ભાવનાઓનો હું ભૂખ્યો.. ‘ને તવંગર છું,
આ તવંગર જિંદગીનો આર છે મિત્રો.
લાગણીઓ ભીતરે રાખી દુઃખી થાશું,
ધોઈ નાખે દુઃખને એવો ખાર છે મિત્રો.
દુઃખ હશે કે સુખ, રહે સંગાથમાં એ તો,
લાલચી સંબંધમાં આભાર છે મિત્રો.
દુર્ગુણો ‘ને સદગુણો, સંગાથ લાવે છે,
દુશ્મનો માટે તો એ પડકાર છે મિત્રો.
પૂરજે તું સ્નેહરૂપી ઘી ને દીવામાં,
‘દીપ’ રૂપી ઊજળો સંસાર છે મિત્રો.
દીપ ગુર્જર