એકલો ખુશ છુ અને એકલો રહી પણ ના શક્યો,
મે કોઈ કોશિશ પણ ના કરી અને એ સમજી પણ ના શક્યા.
મળ્યા તો બહું બધા પણ કોઈ પસંદ ના આવ્યા,
જેને મે જોયા, એને અમે નજરે પણ ના આવ્યા.
પહેલાં પ્રેમ વ્યકત કરવા, આ દીલ ક્યારેય જુકયુ નહીં,
કોઈ નિર્ણય લઈ શકું, એટલો સમય એ રોકાયા પણ નહીં.
એની વાતો પર કારણ વગર હસ્યો પણ નહીં,
મારા બટન સાથે એનો દુપ્પટો ફસાયો પણ નહીં.
એની નજીક જઈને પણ ખુદને રોકી રાખ્યો,
ક્યારેક એના પર તો કયારેક કિસ્મત પર છોડી આવ્યો.