દેશમાં જ્યારે ફેલાઈ જાય છે અરાજકતાની આંધી,
લાકડી લઈને યાત્રા કરે મુકામ એનુ દાંડી,
સાબરમતી આશ્રમથી પ્રસ્થાન કરે ને મંઝિલ તરફ પગલા માંડી,
લાકડી લઈને યાત્રા કરે મુકામ એનું દાંડી,
અઠ્યોતેર સભ્યોનો સહારો લઈને આધાર એનો ગાંધી,
લાકડી લઈને યાત્રા કરે મુકામ એનુ દાંડી,
સ્વરાજ મેળવવા હુંકાર થાય ને ફરકાવે લીલીઝંડી,
લાકડી લઈને યાત્રા કરે મુકામ એનું દાંડી,
દુશ્મનને પડકાર કરીને મીઠાના કાયદા ભાંગી,
લાકડી લઈને યાત્રા કરે મુકામ એનું દાંડી,
પ્રાણની પણ પરવા ન કરી ને આઝાદીના સ્વપ્ના જ ઝંખી,
લાકડી લઈને યાત્રા કરે મુકામ એનું દાંડી,
હાંકલ કરી અંગ્રેજોને પૂર્ણ સ્વરાજ માંગી,
લાકડી લઈને યાત્રા કરે મુકામ એનું દાંડી…..
તૃપ્તિ વી પંડ્યા “ક્રિષ્ના”