?હોશવાલો કો ખબર ક્યાં?…….
?કભી કિસીકો મુકકમ્મલ જહાં નહીં…….
?અપની મરજી સે કહા અપને સફર……
જેવા કૈક કેટલાય અર્થસભર હૃદયસ્પર્શી ગીતોના રચયીતા શ્રી નીદા ફાજલી સાહેબનો આજે જન્મ દિવસ!
જ્યારે આપણે કોઈ ગીત સાંભળીએ છીએ ત્યારે તેના સંગીત કરતા ઘણી વાર આપણને એ શબ્દોના મર્મ હૈયાં સુધી સ્પર્શી જતા હોય છે અને પછી એ ગીત લોકહૈયે વર્ષો ના વર્ષ આધિપત્ય સહજ રીતે જમાવી રાખે છે.
ગીત, ગઝલ, ઉર્દુ નઝ્મમાં નીદા ફાજલી એટલે એક એવું નામ કે જે એમની એક અલગ સ્પષ્ટ અને કલાત્મક શૈલી દ્વારા ગીતોમાં પ્રાણ પૂરતા અદ્કેરા કવિ,શાયર ગઝલકાર!
જેમની ઘણી બધી પંક્તિઓ વ્યક્તિગત મનોમંથન પર પ્રકાશ પાથરતી પછી એમાં આપણું “સૂર” ફિલ્મનું “આ ભી જા ,આ ભી જા એ સુબહ આ ભી જા ” પણ આવી જાય કે જેને પણ અવૉર્ડ દ્વારા સન્માનિત કરવામાં આવ્યું હતું.
આ ઉપરાંત સાહિત્યકાલ અકાદમી, સ્ટાર સ્ક્રીન એવોર્ડ અને ભારત સરકાર દ્વારા પદ્મશ્રી એવોર્ડ વિજેતા એવા શ્રી નીદા ફાજલી સાહેબને કાવીજગત તરફથી ખૂબ ખૂબ શુભકામનાઓ!
એક કવિ સહ-શરીર હાજર હોય ના હોય એમના શબ્દો એમના ગીત એમની ભાવનાઓ સદાય જીવંત રહે છે આપણા સૌના દિલમાં અમર રહે છે.
નિદાસહેબની એમુક પંક્તિઓ મારે મનથી આપના માટે
“એક હી ધરતી હમસબકી એક હી ઘર જીતના તેરા ઉતના મેરા!
દુઃખ સુખ ક એ જંતર મંતર જીતના તેરા ઉતના મેરા”
-નીદા ફાજલી…..
Article by – શ્રદ્ધા વ્યાસ શાહ