મુજને મળો છો શું કામ તમે?
આમ,ખાલી હાથે પાછા જવું તું તો?
રાતે સપનામાં આવો છો શું કામ?
હકીકતમાં નો ‘તું આવવું તું તો?
ગયાં છો તો ભલે ગયાં એનો નથી વાંધો!
પણ જરા અમારા હાલ વિશે પૂછવું તું તો!
ભલે તમે જ્યાં હોવ ત્યાં ફૂટે આનંદની છો છોળું!
પણ અમારાયે દિવસોનું માપ જરા કરાવવું તું તો!
તમારે ત્યાં ઊડતાં હોય અબીલ ગુલાલ!
પણ આમારાયે રંગ વિશે થોડું જાણવું તું તો!
નથી કહેતાં અમે કે તમે પેહરો સફેદ સાડી!
પણ આમરાયે મરણ પછી થોડું રોવું તું તો!
~ રાજશી બારિયા