કેટલી સરસ એ મુલાકાત હતી,
કિતાબથી શરૂ થયેલી એ એક શરૂઆત હતી.
હતો એનો એક અદીઠો સંગાથ.
સફર એ જ જૂનો પરંતુ જાણે આખી કાયનાત સાથ હતી.
વિચારો ઘણા સરખા, એકબીજાને સાંભળતા, વ્યક્ત કરતાં.
ના કોઈ વાયદા, ના કોઇ રિવાજ,
બસ આવી કઈંક સરળ અને સારી રજૂઆત હતી.
ના તો કોઈ નામ આવ્યું, ના પૂરી કરવાની પ્રતિક્ષા
એવી અમારી શાલીનતા હતી.
ગરમીમાં ઠંડીનો અનુભવ,
અને જાણીતા સફરમાં કોઈ અજાણ્યો સાથ.
પરંતુ સફર ઘણી સુરક્ષિત હતી.
ના હતો ડર કે ના હતી હું વ્યાકુળ,
ખબર નહીં કેવી એની એ કરામત હતી.
કદાચ એ મારી છેલ્લી અને પહેલી નિરંતર મુલાકાત હતી
દિવ્યા પટેલ