ગરિમા ને દરરોજ એ ઠેસ કરે છે
ના પરવા મારી એ લવલેશ કરે છે
વ્યક્તિ છું,વસ્તુ નથી સમજે છે,છતાં
પતિ છે,હક્ક માનીને પ્રવેશ કરે છે
મારી ઈચ્છા,થાકની ક્યાં દરકાર એને
એને જે કરવું હોય એ જ કરે છે
હું પ્રેમ મેળવવાં પ્રવેશવા દઉં એને
એ પ્રવેશવા માટે પ્રેમનો વેશ કરે છે
હું પછી પડી રહું છું મશીનની જેમ
વાસના ઠલવીને રહ્યુંસહ્યું એ શેષ કરે છે
વિકૃતિઓ જોઈ,સાંભળી,કલ્પી ને
મને અતિક્રમી પોતે પિશાચી ટેસ કરે છે
મુંઢમારનો કેમ,કોણ,કેવી રીતે કરે ચિત્કાર
લગભગ સ્ત્રીઓ આવો મેરીટલ રેપ સહે છે
એ પિતા છે મુજ બાળકો નો,સમજું છું
એથી જ હૈયું તનને સહેવા ફોર્સ કરે છે
તું જ્યારે ને ત્યારે શરીરને ભલે પામી લે
દિલ તેટલું જ વધું તને ડાઈવોર્સ કરે છે
-મિત્તલ ખેતાણી