હા ,અહીં મોજે મોજ છે,
અને પાછી રોજે રોજ છે.
કાલની ભલેને ખબર નથી,
ખુશીની પળે પળ ખોજ છે.
દરદ ચોતરફ કળાય ભલે,
આ આંખે ક્યાં ઓજ છે?
દેવાનું રાખ્યુ છે કાયમ હાથે,
મનમાં એક રાજા ભોજ છે.
મસ્ત હોય આ જિંદગી પછી,
સ્વર્ગની ક્યાં મનમાં સોચ છે?
નિલેશ બગથરિયા “નીલ”