મોજ મારા શબ્દોની મહેફિલ હું રોજ જમાવુ છું…
અપાર પ્રેમ અને વાહ વાહ ની તાળીઓ હું રોજ કમાવું છું…
મજબૂત હૈયે મંજિલ પાર કરી છે આનંદ કંઈક જુદો જ છે
મારા વિરોધીઓને પણ રાખવા ખુશ હું પોતાને કમજોર બનાવું છું…
હર એક બબાલ હર એક ઝઘડા મા તાંડવ ના કરાય, સાહેબ…!!!
પોતાના ને પોતાના સમજી સબંધ સાચવવા કડવાં ઝેરને પણ પચાવું છું…
સમય સમય પર ઉઠો જાગો સમય નથી કોઇનો સગો
ભ્રમ હોય તો ભાંગી નાંખજો એજ હવે સમયે સમયે સમજાવું છું…
હે ઈશ્વર મારી ઈબાદતને અને ખુદા મારી પ્રાથનાને સાંભળજો
દરિયાદિલ કહ્યો છે તને મારી મજબૂરીઓ થીજ હું મજબૂર થાવું છું…
ઈચ્છા જ નથી થતી લખવાની કંઈક કહેવાની કંઈક હવે
છતાં પણ મારી ફરજ સમજી ફરમાવું છું…
યુવા કવિ પ્રેમ કરી ના શક્યો કે આપી ન શક્યો…???
દિલ તો ઠીક છે મારુ પણ મારી આ અસંખ્ય લાગણીઓને રોજ જલાવું છું…
-મિરલ ભાવેશભાઈ પટેલ (યુવા કવિ)
Continue Reading