દરેક સપના જે તારી સાથે જોયેલ
હજીએ એ સપનાના થોડાક અંશો મારી આંખોમાં છે
આ અંશોનો નાશ થાય એ પહેલા આવી જા
દરેક ક્ષણ જે તારી સાથે વિતાવેલ
હજીએ થોડી ક્ષણો મારી પાસે સાચવીને રાખી છે
આ ક્ષણો ખોવાઇ જાય એ પહેલા આવી જા
દરેક વરસાદ જેમાં તારી સાથે હું પલળી હતી
હજીએ થોડી બુંદ એ વરસાદની મારા વાળમાં સચવાયેલ છે
આ વરસાદની બુંદ સુકાઈ જાય એ પહેલા આવી જા
દરેક સવાર જે તારી સાથે ગાળી
હજીએ એ સવારના સુરજની થોડી રોશની બાકી છે
આ રોશનીના અજવાળા ઝંખવાઇ જાય એ પહેલા આવી જા
દરેક સાંજ જે તારી બાહોમાં વિતાવી
તારા સ્પર્શનો એ અહેસાસ મને છે
આ અહેસાસ ભુલાઈ જાય એ પહેલા આવી જા
દરેક પ્રેમના એ વચનની આપલે જે આપણે કરી હતી
હજીએ યાદ છે મને આપણા વચન
આ વચન વ્યર્થ જાય એ પહેલા આવી જા
દરેક વખતે જેવી રીતે મે તારી રાહ જોઇ
હજીએ ક્ષમતા છે વધારે રાહ જોવાની
પણ મારી ધીરજ ખૂટી જાય કે વધારે મોડું થઇ જાય એ પહેલા આવી જા
– કિંજલ પટેલ (કિરા)