મૌનની મહેફિલ માણવા જેવી હોં
ખુદથી ખુદને મળવા જેવુ હોં
વિસરાયેલુ સમળુ ચરવા જેવુ હોં
સૂકી યાદો કયારેક પંપાળવા જેવી હોં
મૌનની મહેફિલ માણવા જેવી હોં
સાવ કોરાકટ પલળવા જેવુ હોં
રૂદિયે ગલગલિયાં કરવા જેવું હોં
વખતની રફતાર વલોવા જેવી હોં
ગળે રૂધાંતા ડુમાને ડફલવા જેવુ હોં
મૌનની મહેફિલ માણવા જેવી હોં
સ્મૃતિઓનુ ઘોડાપૂર રોકવા જેવુ હોં
મૌનમાં બોલતુ અસ્તિત્વ ટોકવા જેવુ હોં
વ્યથાના ડોહળાયેલ તરંગો છોડવા જેવા હોં
સ્નેહ રાહે જીવન ડગર કાપવા જેવી હોં
મૌનની મહેફિલ માણવા જેવી હોં
સ્નેહા પરમાર