ભાષા તો આપણે બનાવી,
ઈશ્વરની ભાષા મૌન છે.
એકવાર મૌન પ્રાર્થના કરો,
સમજાશે ઈશ્વર કોણ છે.
ઈશ્વરની ચર્ચા વ્યર્થ છે,
જે જાણે, કહી ના શકે.
તેને ધ્યાનથી અનુભવાય
જે માણે, રહી ના શકે.
એની ઉર્જા એટલે આનંદ,
એને સાધનાથી મેળવાય.
ઇન્દ્રિયોથી ના અનુભવાય,
એને ઊર્જા સ્વરૂપે જીવાય.
કોઈ મીરાં બસ નાચે,
કોઈ બુદ્ધ શાંત થાય,
આંખોમાંથી આંસુ વહે,
ને આંખો હસતી જાય.
જ્યારે અનુભવ થાય,
ત્યારે શબ્દો ખરી જાય,
મૌન પ્રાર્થનાથી ‘ પ્રીત ‘
ઊર્જામાં ડૂબકી ભરાય.
– પ્રીત લીલા ડાબર ” vibrant writer ” ✍️