મૌન બારી બારણા તારા વગર,
ચેર, ટેબલ,આઇના તારા વગર.
ખીલતાં પહેલાં કળી મૂરઝાય છે,
બાગની છે ,આ દશા તારા વગર.
સાવ ફિક્કા છે, ઘરેણાની ચમક,
ને નીરસ છે ગાદલા તારા વગર.
પંખીઓ ફાડી ગયા છે , છેડલાં,
પર્ણહિન છે છાંયડા તારા વગર.
એ કહાનીનો હતો સુંદર વિષય,
છે હવે એ વાર્તા તારા વગર.
સિદ્દીકભરૂચી.