પ્રેમમાં પડઘાય છે જો મૌન વાતો.
ફ્રેમ માં હરખાય છે જો મૌન વાતો.
વાત વાદે વિંટતી ને તૂટતી પણ,
વ્હેમ માં ભરમાય છે જો મૌન વાતો.
આવકારી ટોકતી ને રોકતી પણ,
રે’મમાં અકડાય છે જો મૌન વાતો.
દંભ માં દૂભી જતી છૂટી જતી પણ,
નેમ માં કચડાય છે જો મૌન વાતો.
આળપંપાળે બધું ભૂલી જવાતું,
ગેમ માં લલચાય છે જો મૌન વાતો.
કોકિલા મીઠા પણે માંગે શકે શું?
ક્ષેમ માં નજરાય છે જો મૌન વાતો.
કોકિલા રાજગોર