એક માતા એ ખૂબ જતન થી પોષણ કર્યુ,
સંતાન માટે જેને પોતાનું પૂરૂ જીવતર ધર્યું,
બસ અંત સમયે એ જ સંતાન હો એની પાસમાં..
બસ એ જ છે મારી પ્રભુ યાચના.
એક પિતાએ ખભે બેસાડી દિલ થી જતન કર્યુ,
સંતાન માટે જેને અનમોલ સપનાનુ સર્જન કર્યું ,
બસ અંત સમયે પોતાની નનામિ એ જ બાહોમાં..
બસ એ જ છે મારી પ્રભુ યાચના.
એક બેની એ જે ને કલાઈ પર રક્ષા બંધન કર્યુ,
આજીવન પોતાની રક્ષા માટે વચનબંધન કર્યુ ,
બસ અંતિમ સમયેઆ નશ્વર દેહ હોય એ બાહોમાં..
બસ એ જ છે મારી પ્રભુ યાચના.
એક સ્ત્રી એ જેની સાથે આજીવન ગઠબંધન કર્યુ,
સાત જન્મનો સાથ માટે પોતાનું સર્વસ્વ ધર્યુ,
બસ એ વચન ખાતર અંત હાથ રહે એ જ હાથોમા..
બસ એ જ છે મારી પ્રભુ યાચના.
એક સંતાને જે અંગ થકી નવુ જીવન ધર્યુ,
જેની આંગળી પકડીને જીવન જે ને શરૂ કર્યું,
બસ જીવનનની અમલ્ય ધડી હોય એના સાથમાં..
બસ એ જ છે મારી પ્રભુ યાચના .