જીવનભર માત્ર આપ પર વરસ્યા કરે
અને તેની આગોશમાં સુખની લહેરો ઝરે
એવું આપું છું યાદોનું ઝરણું
વિચાર મારો કરતાં તે સાદ કરે
અને તેમ ન થાય તો ફરિયાદ કરે
એવું આપું છું યાદોનું ઝરણું
શક્ય નથી કે પળ પળ રહી શકું આપણી સમક્ષ
પણ મારા પડછાયા રૂપ રહે જે પ્રત્યક્ષ
એવું આપું છું યાદોનું ઝરણું
ક્યારેક આપણે ચડીશું વિવાદોને ટેરવે
ત્યારે એ આપણને સેતુબંધ બની મેળવે
એવું આપું છું યાદોનું ઝરણું
એકમેકના થઈ કરીશું દિવસો પસાર
એકબીજા વિના ની જિંદગી છે અંધકાર
એવું આપું છું યાદોનું ઝરણું
જ્યારે જર્જરિત થઈ જશે ભગવાનનું આ મંદિર
ત્યારે પણ છેલ્લા શ્વાસમાં રટે જે તારો સ્વર
એવું આપું છું યાદોનું ઝરણું
– હિરલ જગડ