ઘણા દિવસ પછી મને તારી યાદ આવી.
કેમ ઘણા દિવસ પછી મને યાદ કરી,
એવી તારી ફરિયાદ આવી.
હું મૂંઝાયો કે શું સમજાવુ તને,
ત્યાં મને ફરી તારી યાદ આવી.
યાદ કરતાં કરતાં એ સમજાયું કે,
યાદ તારી ઘણા વિવાદ લાવી.
છેલ્લે તે મને સમજાયું કે,
યાદ કરતાં રહો મને.
તમારી યાદ મારા જીવનમાં,
ઘણા મીઠાં સ્વાદ લાવી.
– ભાવિક શ્રીમાળી