પ્રથમ પ્રેમની યાદો ધરબી,
માનો ચલમમાં તમાકુ ધરબી.
સનમે આપેલ બોપટી,પીન,
મનની સંદૂકમાં ઉંડે ધરબી.
ખુલ્લી આંખે જોયા સ્વપ્ન,
ભગાડ્યા જેમ ઉતરડે ચરબી.
પ્રેમ સંગીતખુરશી હોઈ શકે,
પણ પ્રેમ ન હોઈ શકે રગ્બી.
દિલમાં પ્રેમનું બીજ વાવીએ,
ને ઉછેરવું પડે બની કણબી.
વામને બલિને પાતાળે ધકેલ્યા,
ભરત પ્રથમ પ્રેમની યાદ ધરબી.
ભરત વૈષ્ણવ