દિકરી ઘરનું અજવાળું ને રંગભર્યું મોરપીંછ,
કાશ! આ સમાજ હવે ગણે ના એને તુચ્છ.
સવારે છે પુરુષ જાતની જીંદગી હર સંબંધે,
બદલાવો જ રહ્યો હવે તો એના પ્રત્યેનો રૂખ.
અક્કડ થઈ સાવ ફરવામાં મજા નથી જાણી,
સમજી રાખે સૌ કોઈ કે મજાનું રહે કદીક ઝૂક.
બહું અત્યાચાર કાલ હતાં ને આજ પણ છે,
ઘાતક છે આ કાર્ય નારી પર માટે હવે તો રુક.
તારલા વગર નકામું આભ ને ફૂલ વગર ઉપવન,
માટે જન્મ દઇ દિકરીને સુધારો હવે યુગોની ચૂક.
નિલેશ બગથરિયા ”નીલ”