આ જીવનરૂપી રંગમંચ પર સુંદર પાત્ર ભજવીએ,
જે મળ્યું છે કિરદાર બખૂબી દીપાવીએ.
પ્રભુ નિર્મિત સુંદર સૃષ્ટિમાં પ્રવેશ કર્યા છે આપણે,
રાગ-દ્વેષ વેર, ઝેર ભૂલી પ્રેમથી જીવન ઉજવીએ.
આ જીવનરૂપી રંગમંચ પર નહીં મળે બીજો મોકો, અચાનક પડદો પડી જશે.
એવું જીવીએ કે જાણનારા કહે,
“ફરી એકવાર” “ફરી એકવાર”
ચેતના ગણાત્રા