ના નથી હું જાણતી શું કામ રાખું છું,
મારી વાતોમાં શબ્દોથી વધારે તારું નામ રાખું છું.
ત્યા સુધી જ્યા સાંજના પડછાયાં પણ ખોવાય,
ત્યા સુધી જીવન સફરમાં તારો સાથ ચાહું છુ.
સોનાના મહેલ – રૂપાના વસ્ત્રો નથી જોઇતા મારે,
તારા હૃદયમાં રહું કાયમ એવી આશ રાખું છું.
પૂરા ન થાય સ્વપ્ન જિંદગી વિતવાના સાથે તોય,
પ્રેમકરાર રહેશે અકબંધ એટલું તારું માન રાખું છું.
પ્રશ્નો નહીં પણ હુ મારા પ્રેમ નો જવાબ માંગુ છું,
હોય સંગ તું તો બધું ભુલાય એટલો પ્રેમનો વિસ્તાર રાખું છું,
ના નથી હું જાણતી તને શું કામ પાંખું છું,
સેંકડો સપનાંઓની શરૂઆત તારા સાથથી આંકુ છું.
દિશા શાહ