બોલ ઓ કાન્હા ! ગીત થઈ, સંગીત થઈને તારા દિલને સ્પર્શે ?
રાધા , ઝરમર ઝરમર વરસે …
એ તો ખળખળ ઝરણા જેવી પથ્થરને પીગળાવે,
તો ય જરી ક્યાં અસર તને છે તું એને અકળાવે
તું જો કે’ તો તારી સંગે પાછો પર્વત ચડશે …
રાધા , ઝરમર ઝરમર વરસે …
તારી માયા એવી જો ને છોડી ના છોડાતી,
ધરણી ફરતી સૂરજ ફરતે એમ રહે ખેંચાતી ,
તું જો કે’ તો તારી કાજે તારો થઈને ખરશે…
રાધા , ઝરમર ઝરમર વરસે …
✍? શબનમ