લોકો હસતાં ચહેરાઓ લઈને ચાલે છે, ખુશ નકાબમાં કલંક છુપાવીને ચાલે છે,
કારણ કે રાવણ રાજ કરે છે.
દિવસે દિવસે ક્રૂરતા ફેલાઈ રહી છે, માનવતા જાણે મરી પરવારી છે,
કારણ કે રાવણ રાજ કરે છે.
લોકો તેમના ગુના છુપાવે છે, રિશવત થકી જગ જીતે છે,
કારણ કે રાવણ રાજ કરે છે.
પૈસા ને પાત્રો પ્રચલિત થાયે છે, સત્તારૂઢ થઈ આરોપીઓ જીવે છે,
કારણ કે રાવણ રાજ કરે છે.
રક્ષકો જ હવે ભક્ષક બને છે, નપુંસકો પણ બળાત્કાર ગુજારે છે,
કારણ કે રાવણ રાજ કરે છે.
નિર્દોષો ફક્ત દોષારોપણ કરે છે, પીડિતો બેશુમાર રડે છે,
કારણ કે રાવણ રાજ કરે છે.
કિરપાણ અને કટાર, છરીઓ ને તલવાર, આગળ પોલિસની બંદૂકો બની લાચાર,
કારણ કે રાવણ રાજ કરે છે.
પ્રામાણિકતા મરી ગઇ છે, શાસન ગુનેગારો ચલાવે છે,
કારણ કે રાવણ રાજ કરે છે.
ભગવાનની માત્ર મૂર્તિ બને છે, સંતો હવે શેતાનને પૂજે છે,
કારણ કે રાવણ રાજ કરે છે.
વિશ્વાસ સર્વત્ર ખોવાઈ જાય છે અને જન મનમાં ડર પ્રવર્તે છે,
કારણ કે રાક્ષસો શાસન કરે છે.
આ એક ભ્રાંતિપૂર્ણ વિશ્વ છે અને જે હું જોઉં છું તે વાસ્તવિક નથી,
કારણ કે રાવણ રાજ કરે છે.
સચ્ચાઈમાં ફેરબદલ કરવામાં આવે છે અને ખુલ્લી આંખે જગત સૂવે છે,
કારણ કે રાવણ રાજ કરે છે.