આખું દિલ ખંઢેર જેવાં હાલમાં,
બાદ થ્યો’તો હુંય તારાં બાદમાં.
ખુશ હતાં કેવાં મજાનાં પાસમાં?
કે હતી રાહત હૂંફાળી બાથમાં!
જીત છે તારી, ખરેખર હારમાં?
એ નજાકત ક્યાં, હતી જે ચાલમાં?
છોકરી હાજર જવાબી હોય છે,
આવવાનું નહિ, કંઈ પણ વાતમાં.
જેટલું છે દુઃખ, એટલું સુખ પણ,
ઘાવ છે તું, તું જ મરહમ ઘાવમાં!
આમ તો સમજે બધી લેતીદેતી,
આમ એ સમજે નહીં વ્યવહારમાં
અક્ષ એની હાર નક્કી રાખવી,
મોતને તું આવવા દે લાગમાં.
અક્ષય ધામેચા