ફરિયાદના કેમ્પમાંથી ડોકિયું કાઢીને,
અસહાય રણમાં માણસાઈનું બીજ રોપીએ.
સ્મિત ન્યોછાવર કરતા બાળકની કંઈ ભુલ?
આજના વેદ પુરાણમાં ભાઈચારાનો છોડ ઉછેરીએ.
કાળા – ધોળા અને અમીરી ગરીબીની શતરંજમાં,
સર્વજનને એક સમાન માનવ તરીકે સ્વીકારીએ.
ચોતરફ રંગાયેલી ઉજ્જડ નિર્દયતાના દર્શન થાય છે?
થોડી સહાનુભૂતિને ખખડાવી સહકારની સાંકળ બાંધીએ.
પૂજાઅર્ચના માટે રંગાયેલ કારખાનાની દિવાલ ઓળગીને,
ધર્મને અર્પણ ફુલની સુગંધની જેમ ભળતાં શીખીએ.
માનવતાના પાઠ માટે સ્કુલ – કોલેજોના મેળાઓ ના મળે,
જાતને જ ખર્ચીને આપણી ફરજની જ્યોત પ્રગટાવીએ.
માહી પટેલ.