રોજ જીતું ને રોજ હારૂં છું,
હું મુસાફર છું, એમ રાચું છું.
તારી આંખે છે વિષના ચશ્માં,
પણ ખબર છે તને જ ચાહું છું.
કૈ’ રીતે ભૂલવા ચહે અમને?
ક્રોધમાં પણ હું યાદ આવું છું.
કંઇ ગઝલ તો પ્રગટ થવા ઈચ્છે,
શે’રમાં તો તને જ ધારૂં છું.
હું ધનિક બાપનો નબીરો છું,
રોજ ભિક્ષુકને ધાક આપું છું.
સાવ નવરા યુવાન છે એવો,
જાય-આવેનું ધ્યાન રાખું છું.
ફક્ત સેવાના નેક આશયથી,
ગૂર્જરીની ગઝલ ચખાડું છું.
સિદ્દીકભરૂચી.