હૃદયની લાગણીઓને વાચા આપવા બેઠો,
લ્યો,હું અહીં દર્દની દવા લખવા બેઠો
વર્ણન કરું એની ખુબસુરતીનું તો શબ્દો ખૂટે,
ઘણું વિચારી અંતે,”પૂનમનો ચાંદ” લખવા બેઠો
પ્રેમ ભર્યો છે દિલમાં અપાર,કેમ કરી સમજાવું.?
બધું પડતું મૂકી હવે પ્રેમ ની વ્યાખ્યા લખવા બેઠો
ન કહી શક્યો સઘળી વાત,જયારે રૂબરૂ હતી,
ને હવે જુઓ એના જ નામે આખી કવિતા લખવા બેઠો
હૃદયની લાગણીઓને વાચા આપવા બેઠો,
લ્યો,હું અહીં દર્દની દવા લખવા બેઠો…!!!
જીગર દરજી