જે તમે ના લખી શક્યા, એ પત્ર લખી દઉ,
જે નસીબમાં ના આયુ તમારા, એ હક લખી દઉ.
જે સાંભળવા તરસી ગયા તમે, એ ખબર લખી દઉ,
જે માંગતા અટકી રહ્યા છો તમે, એ મન્નત લખી દઉ.
જે વર્ષોથી દિલમાં દબાવી છે તમે, એ અવાજ લખી દઉ,
જે કોઈ ને કહી નથી શક્યા તમે, એ રાઝ લખી દઉ.
જે પછતાવો કરો છો તમે, એ કબૂલ લખી દઉ,
જે જગ જાહેર નથી કરતાં તમે, એ ભૂલ લખી દઉ.
જે ક્ષણ ફક્ત ખુશ છો તમે, એ ક્ષણ લખી દઉ,
મન ભરી લીધું આજથી તમે, તો એ આવતીકાલ લખી દઉ.
– સુનિલ ગોહિલ