રોજ જાતને હું ચીટ કરું છું
લખું છું પછી ડિલીટ કરું છું
દુશ્મનો સાથે પણ ન કરે કોઈ
એમ જાતને હું ટ્રીટ કરું છું
યુનિક કોમ્બો છે માત્ર તારી સાથે
તોય હું મને ગમે ત્યાં ફીટ કરું છું
આંસુ જ સારે છે ગરજ શરાબની
એને પીડામાં ભેળવી નીટ કરું છું
હસવાં નથી કોઈ મારી કને માટે
ટ્રેજેડીનો જોક હું જ વીટ કરું છું
હું જ દર્શક,હું ડાયરેકટર ને નિર્માતા
મારી ફિલ્મને અભિનયથી હિટ કરું છું
એકલતા ના કોતરે એટલે રહું ટોળામાં
નવીનવાઈની આ હું રીત કરું છું
એકલું જ રમું નથી કોઈ રમવા સાથે
ખુદને હારી પછી હું જીત કરું છું
-મિત્તલ ખેતાણી