લખુ છુ કેમ કે કલમ નો સાથ છે,
મારા શબ્દો મા ફક્ત તારી યાદ છે.
કવીતાઓ તો લખવી ગમે મન,
પણ હ્રદય ને તો એક જ ગઝલ ની પ્યાસ છે.
શેરો શાયરી શોખ નહોતા મારા ,
પણ જીવન નુ અધુરા પણુ પણ એક આશ છે.
ઈચ્છા થાય છે કે સીતારા ઓ પર જઈ સુર્યને જોવુ,
પણ જીંદગી ને તો ચન્દ્ર ની પ્યાસ છે.
નથી જનતો કે કીનારો ક્યા છે,
પણ સાહિલ ની મને તલાસ છે.
જેવુ પણ મળ્યુ છે આ જીવન મુજને,
હે પ્રભુ તારા ચરણ પામવા માટે મારી લાશ છે.
~ ઈલેશ વાઘેલા