લાગણી છે જરૂર ચર્ચામાં,
માનવી છે જરૂર ચર્ચામાં.
રંગબેરંગી શહેરની આંખે,
સાદગી છે જરૂર ચર્ચામાં.
માનવીના કદમના ડાઘાથી,
ચાંદની છે જરૂર ચર્ચામાં.
એ તબીબોની હાટમાં આજે,
માંદગી છે જરૂર ચર્ચામાં.
ફેસબુક પર ગઝલની બેસૂરી,
વાંસળી છે જરૂર ચર્ચામાં.
ઝાંઝવામાં પસાર થઇ ગઇ ?
નાવડી છે જરૂર ચર્ચામાં.
સત્યવાદીના કારણે ‘ સિદ્દીક’,
આરસી છે જરૂર ચર્ચામાં.
સિદ્દીકભરૂચી.