લીલા પાલવે ભાત સોનેરી,
સાડલો તારો છીકણી.
સુમસાન વને રેવાળ ચાલે,
હરણી જાણે બીકણી.
કેડે બેડલું, કપાળ ઉજળું,
જાણે વિજોગણ કોઈ મિતની.
તારું ચુભવું શુ દર્દ કંટક?
સુનો શણગાર એની વિતની.
નાકે નમણી, કેડે પાતળી,
કેશ જાણે કાળી નાગણી.
દિગ”કોઈ ઘાટે પનિહારી મળે આ,
સિંદૂરી સજાવું એના માઁગની.
~ દિગ ચરોતરી…